Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ધારીના ગોપાલગ્રામ ગામે 5 સિંહોએ પશુનું મારણ કર્યું: વાહનચાલકો દ્વારા મોબાઈલમા વીડિયો કેદ

આ ઘટનાને લઇને ગામજનોમાં હાહાકાર મચી ગયો

અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ સાવજોની અવર-જવર જોવા મળે છે. તેવી જ રીતે સાવજો દ્વારા પશુઓના મારણની સંખ્યા પણ વધી રહી છે. ભુખ્યા સાવજો ગમે ત્યારે ગામડાઓમાં ઘુસી જાય છે અને પશુઓનું મારણ કરે છે. ત્યારે અમરેલીના ધારીમાં ગઇ કાલે કંઇક આવુ જ જોવા મળ્યુ હતુ. ભૂખ્યા સિંહો લટાર મારવા નિકળ્યા અને તેને ખોરાક પણ મળી ગયો હતો. ત્યારે સ્થાનિકોમાં ફફળાટ ફેલાયો હતો.

અમરેલીના ધારીમાં 5 સિંહનું ટોળુ જોવા મળ્યુ હતુ. ભૂખ્યા આ સાવજોને ખોરાક માટે એક પશુ મળી ગયો અને તેનું મારણ કર્યુ હતુ. અમરેલીના ધારી વિસ્તારમાં ભૂખ સંતોષવા પશુઓનું મારણ કર્યુ હતુ અને ખોરાક આરોગતી રહ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે. ધારીના ગોપાલગ્રામ ગામે 5 સિંહોએ પશુનું મારણ કર્યું હતું. ગોપાલગ્રામ નજીક હાઇવે ઉપર આવતા જતા વાહનચાલકો દ્વારા મોબાઈલમા આ ઘટનાનો વીડિયો કેદ કરાયો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે રોડની બાજુમાં એક પશુ મરણ પામેલ છે અને સાવજો તેને આરોગી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઇને ગામજનોમાં હાહાકાર મચી ગયો હતો. કારણ કે હાલ શિયાળાની મૌસમ ચાલી રહી છે. ત્યારે રાતના સમયે પણ ખેડૂતોને ખેતરમાં રહેવુ પડે છે. ત્યારે ખેતરમાં અને ગામમાં સિંહની હાજરીથી ખેડૂતો ફફડી રહ્યાં છે. આ પહેલા પણ અનેક લોકોના પશુઓનું મરણ સિંહોએ કર્યુ છે. તો વળી ક્યારેક વન્યજીવોને ખોરાક ન મળે તો પાછા ફરવાનો પણ વારો આવે છે.

(11:49 pm IST)