Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

મોરબીના 3 સ્થળેથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

ત્રણ શખ્શોને ચાઈનિઝ દોરીનો કુલ ૫૬ નંગ ફીરકીનો જથ્થો સાથે ઝડપી લેવાયા

મોરબી શહેરમાં 3 સ્થળ પર પોલીસે રેડ કરીની ચાઈનિઝ દોરીનો કુલ ૫૬ નંગ ફીરકીનો જથ્થો પકડી પડ્યો છે અને ૩ શખ્સોની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં પ્રથમ કિસ્સામાં આરોપી જીગ્નેશભાઇ જગદીશભાઇ માજુસા ત્રાજપર ચોકડી પાસે રૂપિયા ૧ હજારની પાંચ નંગ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી સાથે ઝડપાયો હતો. બીજા કિસ્સામાં આરોપી કુમારભાઇ દિપકભાઇ પંસારા વીસીપરામાં જીન નામે ઓળખાતા મેદાન પાસે રૂપિયા ૪,૨૦૦ હજારની ૨૧ નંગ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી સાથે ઝડપાયો હતો અને ત્રીજા કિસ્સામાં આરોપી કાનજીભાઇ સુરેશભાઇ હળવદીયા વીસીપરા વિસ્તારમાં આવેલ સિસ્ટરના બંગલા પાસે રૂપિયા ૬,૦૦૦ હજારની ૩૦ નંગ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી સાથે ઝડપાયો હતો.આ ત્રણેય કિસ્સામાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  .

(12:52 am IST)