Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

માળિયાના સરવડમાં એકીસાથે સાત મકાનમાં ચોરીને અંજામ આપનાર ટોળકીના બે આરોપીઓ ઝડપાયા.

પોલીસે ચોરી થયેલ સહીત ૧.૬૫ લાખનો મુદામાલ રીકવર કર્યો:એક આરોપી અગાઉ સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીમાં ઘરફોડ ચોરી અને દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું

મોરબી :માળિયા તાલુકાના સરવડ ગામમાં એક જ રાત્રીના સાત મકાનના તાળા તૂટ્યા હતા અને સાત મકાનમાંથી રોકડ સહીત કુલ ૧.૬૫ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હોય જે ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકીના બે આરોપીઓને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ સહીત ૧.૬૫ લાખનો મુદામાલ રીકવર કર્યો છે

ગત તા. ૨૮ ડીસેમ્બરના રોજ સરવડ ગામના સાત જેટલા બંધ મકાનના તાળા તોડી ઘરમાં રાખેલ રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહીત ૧.૬૫ લાખની મત્તા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને બનાવ મામલે વધુ તપાસ એલસીબી ટીમે ચલાવી હતી જેમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ધીરૂ કેશાભાઇ વાજેલીયા અને તેના સાગરીતે મળીને ગુનાને અંજામ આપ્યાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે મોરબી માળિયા ફાટક પાસે વોચ ગોઠવી હતી અને આરોપી ધીરૂ કેશાભાઇ વાજેલીયા (ઉ.વ.૫૨) રહે ચુંપણી તા. હળવદ અને સાજન વીરજી ચાડમીયા (ઉ.વ.૨૧) રહે લતીપર રોડ ધ્રોલ વાળાને ઝડપી લીધા છે

જે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ધાતુની બુટી જોડી નંગ ૨ કીમત રૂ ૬૫૦૦,  ધાતના નાકમાં પહેરવાના દાણા નંગ ૦૨ કીમત રૂ ૧૦૦૦, ધાતુનો ચેઈન કીમત રૂ ૩૮,૭૦૦ ધાતુની વીંટી નંગ ૦૨ કીમત રૂ ૩૩,૦૦૦, ધાતુંઉના સિક્કા નંગ ૨૦ કીમત રૂ ૬૦૦૦ અને રોકડ રૂ ૭૦,૬૦૦ અને તાળા તોડવામાં ઉપયોગમાં લીધેલ ડીસમીસ સહીત કુલ રૂ ૧,૬૫,૮૫૦ નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે
ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આરોપી ધીરૂ વાજેલીયા અગાઉ સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીમાં ઘરફોડ ચોરી અને દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે આરોપીઓ રાત્રીના ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનના તાળા તોડી ઘરમાંથી રોકડ અને દાગીના ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે
જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે જે ચૌહાણ, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમનો સ્ટાફ જોડાયેલ હતો.

(1:08 am IST)