Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

કચ્‍છના અબડાસામાં હરણના શિકારથી ચકચાર

સરપંચની ફરિયાદ બાદ તપાસ શરૂ : લોહીના નિશાન મળ્‍યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ : કચ્‍છના અબડાસા તા.ના સમંડા ગામે શિકારી ટોળકી દ્વારા હરણ નો શિકાર કરાયાના બનાવે ચકચાર સર્જી છે. સાંજે ગામના સીમાડામાં બંદૂકના ભડાકાના અવાજ સાથે બ્‍લેક સ્‍કોર્પિયોમાં આવેલ પાંચ થી છ શિકારીઓએ હરણ ને હણ્‍યા બાદ તેને ઉઠાવી ગયા હતા.

આ ઘટના ગામના યુવાનોએ જોઈ સરપંચ ભરતસિંહ જાડેજાને જાણ કરી હતી. એમણે નલિયાᅠ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર એ.એચ. સોલંકીને જાણ કરી હતી.

આ ઘટના બાદ વનતંત્ર એ તપાસ હાથ ધરી છે. ઘટના સ્‍થળે લોહીના ડાઘ મળી આવ્‍યા છે. જોકે, ક્‍યા પ્રાણીનો શિકાર થયો છે એ વાત એફએસએલની તપાસ બાદ જ કહી શકાશે એવું વન વિભાગે જણાવ્‍યું છે.

(10:24 am IST)