Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

માણાવદરમાં સ્‍વયં ભૂ પ્રગટ હડમતાળી હનુમાન મંદિરના દાતાઓનું સન્‍માન 

(ગિરીશ પટેલ દ્વારા)માણાવદર તા. ૧૦ : માણાવદરથી ૨ કિ.મી. દૂર જંગલમાં પ્રાકૃતિક વળક્ષો અને બીજી બાજુ જાંબુડાથી નીકળતી નદી,  હડમતાળી હનુમાન મંદિર નજીક પાણીથી છલોછલ હોય છે. આ સ્‍થળે આશરે ૪૦૦ વર્ષ પહેલા હડમતાળા ટીંબો હતો તેઓ ઇતિહાસ છે. સમય સંજોગો મુજબ પરિવર્તન થયું હશે. હાલ તો ખેતીની જમીન છે. આ સ્‍થળે જે તે વખતે ટીંબો હોય માનવ વસાહત હતી. પરિવર્તન થયું હોય હજી પણ આ ટીંબામાં જૂના અવશેષો મળી આવે છે. આ અતિ પ્રાચીન સ્‍વયંભૂ હડમતાળી હનુમાન ગટ થયેલા હનુમાનજી વર્ષો પહેલા માણાવદર થી નાની ડેરીમાં પૂજા પાઠ કરવા જતા ધીમે ધીમે લોકોની શ્રદ્ધાવત થઈ ગઈ અને આ ડેરીમાંથી મંદિરનું નિર્માણ થયું. દિનપ્રતિદિન આ સ્‍થળે અનેક સંતો મહંતોએ તપસ્‍યા કરી આ ભૂમિના ચૈતન્‍ય બનાવી. આ હનુમાનજી જમીનમાં અંદર હતા તેને ઉપર લાવ્‍યા. જે વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ વિકસીત પામ્‍યું. વિકાસમાં સર્વ જ્ઞાતિજનોનો અમૂલ્‍ય ફાળો છે. જેમાં વાલ્‍મિકી દલિત હોય કે પાટીદાર, આહિર, ભરવાડ, રબારી સમાજ, બાવાજી, સતવારા ૧૮ વર્ણના કાર્યકરો દાતાઓના અમૂલ્‍ય ફાળો છે. હડમતાળી હનુમાન મંદિરના વર્ષોના પાયાના પથ્‍થરોના કાર્યકરા,ે દાતાઓ, પત્રકારો, રમેશભાઈ ધડુક, ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા, સ્‍થાનિક  ઉદ્યોગપતિઓ, વેપારીઓનું  સન્‍માન કરી આભાર વ્‍યક્‍ત કરાયો હતો. સમગ્ર તાલુકામાં હનુમાન જયંતી નિમિત્તે ૧૦ થી ૧૫ હજાર ભકત્તો પ્રસાદ લે છે. આ મંદિરમાં કોઈ પણ ભેદભાવ વગર દરેકને સર્વાંગી વિકાસ થાય તે માટે ધર્મ સાથે આનંદ પ્રમોદના સાધનો પણ રખાયા છે અહીં નાના મોટા પ્રસંગ થાય છે. શનિવારે તાલુકા ભરમાંથી લોકો લોટ એટલે કે પ્રસાદ કરવા હનુમાનજીની પૂજાપાઠ કરવા આવે છે. અખંડ ધૂણો અને દૈદિત્‍યમાન હનુમાનજીની માનતા ચઢાવવા દેશ વિદેશમાંથી લોકો આવે છે. ગયા શનિવારે ૫૦૦ થી ૬૦૦ નાગરિકોએ પ્રસાદ લીધો હતો તેમ ગિરીશ પટેલની યાદીમાં જણાવાયું છે.(

(10:27 am IST)