Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે રસિકભાઇ મહેતાની બિનહરીફ વરણી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦ : મુળ ગરમલી હાલ અમરેલી નિવાસી રસિકભાઇ બાબુભાઇ મહેતાની અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે બિનહરીફ વરણી થઇ છે.

તેઓ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ૧૦ વર્ષથી મંત્રી તરીકે કામગીરી સંભાળે છે. ઉપરાંત અમરેલી શિક્ષક શરાફી મંડળીમાં ડાયરેકટર પણ છે. રસિકભાઇની બીનહરીફ વરણી થતા શિક્ષણ જગતમાંથી તેમના મો. નં. ૯૪૨૮૭ ૯૮૦૫૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:40 pm IST)