Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

જૂનાગઢ ચાઇનીઝ દોરી/ તુલ્લક ન વાપરવા એ ડીવીઝન પોલીસનો અનુરોધ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૧૦ : મકરસંક્રંતિના હર્ષોલ્લાસના તહેવારમાં આપણી થોડી પલની મજા માટે ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ તુલ્લકનો ઉપયોગ કરી લોકો તથા પશુ પંખીની જીંદગી જોખમમાં મુકાય છે. જેથી જાહેર જનતાને આહવાન કરાયું હતું  કે, જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં કોઇ પણ વેપારી કે વ્‍યકિત ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ તુક્ક્‌લનુ ગેરકાયદેસર વેચાણ કે ઉપયોગ કરતા હોય તો  ફોન નંબર એ ડીવી.પો.સ્‍ટે. - ૦૨૮૫ ર૬૫૫૭૭૮ તથા જુનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ - ૧૦૦ ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયું હતું

(10:31 am IST)