Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દ્વારા એસ.પી.નું સન્‍માન

બોટાદ,તા. ૧૦: બહુમુખી પ્રતિમા ધરાવતા અને ૨૨ જેટલી સામાજિક ધાર્મિક સંસ્‍થા સંગઠનો સાથે જોડાય સામાજિક ધાર્મિક પ્રવૃતિઓ કરી રહેલ સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દ્વારા બોટાદ જિલ્લા પોલીસ વડા એસ.પી. કે.એફ.બળોલીયાને સાલ ઓઢાડી કેસરીયો સાફો બાંધી શકિત રૂપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી સન્‍માન કર્યું હતું. આ તકે સામતભાઇ જેબલીયાની સાથે બોટાદ જગન્‍નાથજી મંદિર ગીરનાર આશ્રમના પરમ પૂ.મહંત મહરાજશ્રી રાજગીરબાપુ તથા બોટાદ શનિદેવ મંદિરના મહંત મહારાજશ્રી પુજ્‍ય શ્રી જાનકીદાસબાપુ તથા ઇસ્‍લામી ધર્મના પ્રમુખ હબીબભાઇ જાંગડ વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:31 am IST)