Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

વાંકાનેરના જાલસીકા ગામ સાથેનો વર્ષો જુનો એસ.ટી. રૂટ ચાલુ કરવા માંગણી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૦ : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના સરપંચ ડી.કે. ડાંગરે રાજકોટ એસ.ટી. ડિવીઝનના વિભાગીય નિયામકશ્રીને પત્ર પાઠવીને વર્ષો જૂનો રૂટ વાંકાનેર, હોલમાતા, જાલસીકા-રાજકોટ ઉપર એસ.ટી.બસ ચાલુ કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે અગાઉ વાંકાનેર-જાલસિકા વાયા હોલમાતા-રાજકોટ રૂટની એસટી બસ વાંકાનેર થઇ કોઠી મહીકા-હોલમઢ-હોલમાતા-જાલસિકા-પીપરડી-સણોસરા-રાજકોટ રૂટ પર સવારે કલાક ૭ થી રવાના થઇ રાજકોટ જતી રાજકોટથી વાંકાનેર-જાલસિકા વાયા હોલમાતા-રાજકોટ રૂટની એસટી બસ વાંકાનેર થઇ કોઠી મહીકા હોલમઢ-હોલમતા-જાલસિકા-પીપરડી-સણોસરા-રાજકોટ રૂટ પર બપોરે કલાક ૨ થી પરત થઇ રાજકોટથી બધા રૂટ લઇ વાંકાનેર આવતી વાંકાનેરથી કોઠી-મહીકા-હોલમાતા-જાલસિકા-વસુંધરા-રૂપાવટી-જેપુર-કુવાડવા-રાજકોટ આ બસ સવારે ૬ વાગે વાંકાનેરથી રવાના થતી હતી.

રાજકોટથી કુવાડવા-જેપુર-રૂપાવટી-વસુંધરા-જાલસિકા-વાંકાનેર કલાક ૬ વાગ્‍યે રાજકોટથી રવાના થતી વાંકાનેર-જાલસિકા-વાંકાનેર બપોરે ૧૨ કલાકે રવાના થઇ પરત વાંકાનેર આવતી ઉપરોકત એસટી રૂટ છેલ્લા આશરે પંદરેક વર્ષથી બંધ થયેલ હોય જેથી આ રૂટ ઉપર આવતા તમામ ગામના ગ્રામવાસી પ્રજાજનોને મુસાફરીમાં ઘણી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.

આ રૂટ પર આવતા તમામ ગામના લોકોન મુખ્‍ય વ્‍યવસાય ખેતી પશુપાલન અને મજુરી છે જે લોકોને અવાર નવાર ખેતીનું બી બિયારણ તથા ઓજાર અને પશુનું દૂધ તેમજ માવો તેમજ પશુઓ માટે ખાસ ચારો તેમજ ખાણ દાન તેમજ ઘર ખરીદી કરવા માટે દરરોજ રાજકોટ વાંકાનેર જવું આવવું પડતુ હોય જેથી સરકાર તરફથી કોઇ પણ એસટી બસની સુવિધા નથી. અગાઉ પર આ બાબતે અવાર નવાર રજુઆત કરેલ છે. વહેલી તકે રૂટ શરૂ કરવા માંગ કરી છે.

(10:44 am IST)