Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

જૂનાગઢના ચોકી ગામે ફોર વ્‍હીલ હડફેટે મધ્‍યપ્રદેશના યુવાનનું મૃત્‍યુ

કારખાનાની બહાર નીકળતા મોત આંબી ગયું

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢના ચોકી - સોરઠ ગામે ફોર વ્‍હીલ હડફેટે મધ્‍યપ્રદેશના યુવાનનું મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ચોકી - સોરઠ ગામે આવેલ એક પ્‍લાસ્‍ટીકના કારખાનામાં કામ કરતો મહાદેવ થાનસિંહ ભયડીયા નામનો શ્રમિક ગત રાત્રે કારખાનેથી બહાર રોડ ઉપર ગયો હતો ત્‍યારે જલારામ પર્ચીસ નામના કારખાનાની બાજુમાં જીજે૦૩-બીવાય-૬૩૯ નંબરના ફોર વ્‍હીલના ચાલકે મહાદેવને હડફેટમાં લેતા તેનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું હતું.

અકસ્‍માત બાદ વાહન ચાલક નાસી જતા તાલુકા એએસઆઇ એન.એસ.મુસારે તપાસ હાથ ધરી છે.

(11:23 am IST)