Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

સુરેન્‍દ્રનગરઃ પુત્રને શુટકેસમાં પુરી મોતને ઘાટ ઉતારનાર સાવકી માતાને આજીવન કેદની સજા

ભદ્ર પરિવારમાં બનેલ ઘટના અંગે લીંબડીની કોર્ટનો ચુકાદોઃ સરકાર પક્ષે ફાંસીની માંગણી કરેલ કોર્ટે આજીવન કેદ ફટકારીઃ બનાવ સમયે બાર એસો.એ માતાનો કેસ લડવાનો ઇન્‍કાર કરતો ઠરાવ કર્યો હતોઃ આરોપીને માતાને જીવનું જોખમ જણાતા સુરેન્‍દ્રનગરની લીંબડીની કોર્ટમાં કેસ ટ્રાન્‍સફર કરાયો હતો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૦ : સુરેન્‍દ્રનગરમાં રહેતા સરકારી કર્મીના પુત્રને સાવકી માતાએ તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ જીવતા બેગમાં પુરી દઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા ધરપકડ બાદ કોર્ટમાં કેસ ચાલતો હતો. ત્‍યારે સોમવારે લીંબડી એડીશનલ સેશન્‍સ કોર્ટે આ કેસમાં સાવકી માતાને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. બનાવના ૧૮૦૦ દિવસે માસુમ ભદ્રના પરીવારને ન્‍યાય મળ્‍યો છે.

 હિન્‍દુ ધર્મમાં માતાને ભગવાન કરતા ઉંચો દરજ્જો અપાયો છે. કહેવાય છે કે, ભગવાન દરેક સ્‍થળે ન પહોંચી શકતા હોય તેઓએ માતાનું નિર્માણ કર્યુ છે. પરંતુ માતા જ જયારે કુમાતા બની જાય છે ત્‍યારે સમાજ તેને તિરસ્‍કારની ભાવનાથી જુએ છે. આવો જ એક કિસ્‍સો સુરેન્‍દ્રનગરમાં વર્ષ ૨૦૧૮માં બન્‍યો હતો. સુરેન્‍દ્રનગરના કળષ્‍ણનગરમાં રહેતા અને બહુમાળી ભવનમાં આસીસ્‍ટન્‍ટ કમિ‘ર ઓફ લેબરની કચેરીમાં ફરજ બજાવતા શાંતીલાલ પરમારના પ્રથમ પત્‍ની ડીમ્‍પલબેનનું અવસાન થતા તેઓએ બાળક ભદ્રને માતા મળે તે માટે અમદાવાદની જીનલ સાથે બીજા લગ્ન કર્યા હતા. જીનલના આ ત્રીજા લગ્ન હતા અને તે તેની સાથે એક પુત્રીને લઈ આવી હતી. અને શરૂઆતમાં શાંતીલાલના અગાઉના પુત્ર ભદ્રને જીનલ પણ દીકરા જેમ રાખતી હતી. લગ્નના થોડા સમય બાદ જીનલને ભદ્ર પ્રત્‍યે ધળણા થવા લાગી હતી. તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ આ ધળણાએ રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરી લેતા જીનલે માસુમ ભદ્રનું મોં અને હાથ-પગ બાંધી દઈ તેને જીવતો બેગમાં પુરી દીધો હતો. અને ભદ્રનું મોત થયુ હતુ.

આ બનાવની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે હત્‍યારી માતા જીનલની ધરપકડ કરી હતી. ત્‍યારે આ કેસ લીંબડીની એડીશનલ સેશન્‍સ કોર્ટમાં સોમવારે ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વાય.જે.યાજ્ઞીકની  દલીલો અને ફરીયાદી શાંતીલાલ પરમારના વકીલ દીલીપ પરમાર, એચ.સી.સીંગલની દલીલોને આધારે કોર્ટે સાવકી માતા જીનલને તકસીરવાન ઠેરવી હતી. જેમાં લીંબડી એડીશનલ કોર્ટના જજ એમ.કે.ચૌહાણે કેસનો ચુકાદો આપતા જણાવ્‍યુ કે, ૬ વર્ષના માસુમ બાળક ભદ્ર ઉપર માતળ વાત્‍સલ્‍ય વરસાવવાના બદલે સાવકી માતાએ તેની હત્‍યા કરી હતી.

આ જઘન્‍ય કળત્‍યમાં જો આરોપીને ઓછી સજા સંભળાવવામાં આવે તો તેનાથી સમાજમાં ખોટો સંદેશો ફેલાય અને ફરીયાદી પક્ષને પણ અન્‍યાયની લાગણી અનુભવાશે. આથી કોર્ટે સાવકી માતા જીનલને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ બનેલ બનાવ બાદ  એક-એક દિવસ મળતક ભદ્રના પિતા શાંતીલાલનો પરીવાર ન્‍યાયની ઝંખના કરતો હતો. ત્‍યારે બનાવ બાદ ૧૮૦૦ દિવસે અંતે કોર્ટે ન્‍યાય કર્યો છ ડીપ્રેશનથી પીડાતી જીનલે વધુ દવા ખાઈ લીધી હતી

સુરેન્‍દ્રનગરની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતી આરોપી જીનલને કોર્ટની છેલ્લી ૨-૩ મુદત સમયે જ કોર્ટ પોતાને આરોપી ઠેરવી સજા ફટકારશે તેવી ભીતી થઈ ગઈ હતી. ડીપ્રેશનથી પીડાતી જીનલની અમદાવાદ તથા રાજકોટ સારવાર ચાલી રહી છે. જેમાં ગત ડીસેમ્‍બર માસના અંતીમ સપ્તાહમાં જીનલે રોજીંદી લેવામાં આવતી ડીપ્રેશનની દવાઓ કરતા વધુ દવાઓ ખાઈ લીધી હતી. આથી જેલસ્‍ટાફ અને પોલીસ બંદોબસ્‍ત સાથે તેને રાજકોટની હોસ્‍પીટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.(૯.૩)

પુત્રને જીવતો સુટકેસમાં પુર્યો હતો

કહેવત છે કે મા તે મા બીજા બધા વગડાના વા પરંતુ આ વાકયને શર્મ સાર કરતી ઘટના તા.૦૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે સુરેન્‍દ્રનગરના કળષ્‍ણનગરના પરમાર પરીવારમાં બન્‍યો હતો. જેમાં સાવકી માતા કુમાતા બની પુત્રને જીવતો સુટકેસમાં પુરી હત્‍યા કરી નાંખતા માતાને ઝડપી પાડવામાં આવી હતી. તેની સામે સુરેન્‍દ્રનગર સેશન્‍સ કોર્ટમાં કેસ એપ્રિલ ૨૦૧૮માં ચલાવાયો હતો પરંતુ જેલમાં મુદત સમયે સૌ કોઇ તેની સામે તીરસ્‍કારની નજરે જોતા હોવાથી સુરેન્‍દ્રનગર કોર્ટમાં જીવનુ જોખમ હોવાનુ કહી જીનલે કોર્ટમા ૨૯-૦૮-૨૦૧૮ના રોજ કેસ લીંબડી સેશન્‍સ કોર્ટમાં ટ્રાન્‍સફર કરાવ્‍યો હતો. પછી તેને સુરેન્‍દ્રનગર જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવી હતી. આ કુમાતા જીનલ સામે કેસ લીંબડી સેશન્‍સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં હત્‍યા કર્યા અંગેની પોલીસ તપાસની વિગતો, મળતક ધ્રુવ ઉર્ફે ભદ્રના પીએમ રીપોર્ટ, તથા ૨૭ લોકોની જુબાની લેવામાં આવી હતી.(૯.૩)

સુરેન્‍દ્રનગર બાર એસોસીએશને ઠરાવ કરી જીનલનો કેસ ન લડવા નક્કી કર્યુ હતુ

વર્ષ ૨૦૧૮માં સાવકી માતા જીનલે માસુમ ભદ્રની ગળે ટુંપો દઈ જીવતા બેગમાં પુરી હત્‍યા કરી હતી. ફેબ્રુઆરી માસમાં બનેલ આ બનાવનો કેસ કોર્ટમાં એપ્રિલ માસમાં ચાલુ થયો હતો. ત્‍યારે સુરેન્‍દ્રનગર વકીલ મંડળે ઠરાવ કરી હત્‍યારી માતાનો કેસ એકપણ વકીલે ન લડવાનો નિર્ણય કર્યો હતો.(૯.૩)

ફરીયાદ પક્ષે ફાંસીની માંગણી

કરેલ કોર્ટે આજીવન કેદ ફરમાવી

લીંબડી ત્રીજા એડીશનલ સેશન્‍સ જજ મમતા કિશનભાઇ ચૌહાણે આરોપી જીનલ પરમારને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્‍યારે રૂ.૫૦૦૦ દંડ કર્યો હતો અને જો તે ન ભરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરવામાં આવ્‍યો હતો. આરોપીને સજા આપતા પહેલા કોર્ટે નોંધ્‍યુ કે જીનલે ૭ વર્ષના બાળકને બેગમાં પુરી ગુંગળાવી મળત્‍યુ નીપજાવ્‍યુછે. આ કેસ રેર ઓફ રેરેસ્‍ટ કેસમાં આવે છે. આથી ફરીયાદ પક્ષે આરોપીને મળત્‍યુ દંડની સજાની માંગ કરી હતી. પરંતુ જીનલને ૬ વર્ષની બાળકી છે અને આરોપીનો બીજો કોઇ ગુનાહીત ઇતિહાસ નથી. આમ યુવા વયના અને ૬ વર્ષની બાળકીના માતા હકીકત ધ્‍યાને લઇ કોર્ટે વિવેક આધિન સત્તા ધ્‍યાને રાખી આરોપીને સુધરવાની તક મળે જ્‍યારે ફરીયાદી શાંતીલાલે પુત્ર ગુમાવ્‍યો હોવાથી તેમને ન્‍યાય મળે અને જરૂરી વળતર અપાવવુ યોગ્‍ય સહિત બાબતો ધ્‍યાને લઇ ન્‍યાયના હીતમાં આજીવન કેદની સજા આપી હતી.(૯.૩)

જીવનું જોખમ હોવાનું કહી કેસ લીંબડી સેશન્‍સ કોર્ટમાં ટ્રાન્‍સફર કરાવ્‍યો હતો

૦૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ પુત્રની હત્‍યામાં ઝડપાયેલી સાવકી માતા જીનલનો કેસ સુરેન્‍દ્રનગર સેશન્‍સ કોર્ટમાં એપ્રીલ-૨૦૧૮થી ચાલવા લાગ્‍યો હતો. પરંતુ જેલમાં મુદતે જતા સમયે સૌ કોઈ તેની સામે તીરસ્‍કારભરી નજરે જોતા હતા. આથી સુરેન્‍દ્રનગર સેશન્‍સ કોર્ટમાં તેને જીવનું જોખમ રહેલુ હોવાનું કહી જીનલે કોર્ટ તા. ૨૯-૦૮-૨૦૧૮ના રોજ લીંબડી સેશન્‍સ કોર્ટમાં ટ્રાન્‍સફર કરાવ્‍યો હતો.

(11:34 am IST)