Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ધોરાજીના સ્વયંસેવકો સેવા કાર્યમાં

ધોરાજી : અમદાવાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ધોરાજી ક્ષેત્રના સ્વયંસેવકો ૩૮ દિવસ માટે ૧૦૦ કરતા વધુ ભાઇઓ-બેનો  બાલ બાલિકા યુવકો  - યુવતીઓ સેવામાં ખુબ જ મહિમાથી જોડાયા છે. ખાસ ઘણા બધા હરિભકતો પોતાની નોકરીમાં રજા મૂકી. પોતાના ધંધા બંધ રાખી અને ઘણા બધા પરિવારના લગ્ન પ્રસંગ એક માસ પાછળ ઠેલવીને સેવાનો મહિમા સમજી સેવામાં જોડાયા છે. પ્રમુખ સ્વામીનું જે સમાજ અને દેશ વિદેશ અને સર્વે જીવહિતાય કાર્ય કર્યુ છે તેનું ઋણ અદા કરવા મોટી સંખ્યામાં બધા ખૂબ મહિમાથી સેવા માં જોડાયા છે. (તસ્વીર - અહેવાલ :- ધર્મેન્દ્ર  બાબરીયા-ધોરાજી)

(12:37 pm IST)