Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ધોરાજી સરકારી હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયા

ધોરાજી તા. ૧૦: ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે રાત્રે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા આવી વિઝીટ કરેલ અને જુદા જુદા વોર્ડ ડાયાલીસીસ સેન્ટર અને દર્દીઓને પૂછપરછ કરી અને સફાઇ અંગે નિરીક્ષણ કરી હોસ્પીટલના અધીકારીને જણાવેલ કે બેસ્ટ કામગીરી છે અને સફાઇ પણ બેસ્ટ છે અને આ તકે હોસ્પીટલના ડો. જયેશ વેસેટીયન અને ડો. રાજબેરા અને માનવ સેવા પૂર્વક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાને પુષ્પગુચ્છ આપી આવકારેલ હતા. આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ઘટતા નિષ્ણાંત ડોકટરો અને એમ્બ્યુલન્સ અને ઘટતા સ્ટાફ અંગે રજુઆત કરેલ અને આ અંગે યોગ્ય કરવા ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાએ જણાવેલ હતું.

(12:21 pm IST)