Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ભાવનગર : હનીટ્રેપમાં ઝડપાયેલી યુવતી-શખ્સ જેલ હવાલે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૦ : વાંકાનેરના વેપારીને ભાવનગરની દિવ્યાબેન નામની યુવતીએ મિત્રતા કેળવ્યા બાદ ભાવનગર બોલાવી અંગત પળો માણતો હોય તેવો તેના મળતિયા ભરત ઉર્ફે ભોલુ નામના શખ્સ વીડિયો ઉતારી લઈ વેપારીને હનીટ્રેપમાં ફસાવી વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

જે બનાવ અંગે વેપારીએ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકવાડામાં રહેતી દિવ્યાબેન નામની યુવતી અને તેના મળતિયા ભરત ઉર્ફે ભોલુને ઝડપી પાડી સોમવારે કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરી દીધી હોવાનું જાણવા મળેલ છે.

(12:24 pm IST)