Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ૧૨મીએ વ્યાજખોરોથી પીડીતો માટે જનસંપર્ક સભા

જનસંપર્ક સભામાં જાહેરમાં રજુઆત નહિ કરી શકનાર નાગરીકો માટે પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૦: મોરબી જિલ્લો વ્યાજંકવાદના નાગપાશમાં જકડાઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં ૮થી વધુ નાગરિકોએ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા હોવાની પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે આ દૂષણને ડામવાઙ્ગ મોરબી જીલ્લા પોલીસ પોલીસ દ્વારા ૧૨મી જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ.ડીવીઝન પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડમાં બપોરે ૧૨ વાગ્યે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા નાગરિકો પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગલમાથી મુકિત અપાવવા તેમજ નાણા ધીરધાર કાયદાથી માહીતગાર કરવા લોક જાગૃતિ માટે તથા પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી જનસંપર્ક સભાનું આયોજન કરવામા આવ્યું છે.ઙ્ગ

આ જનસંપર્ક સભામાં વ્યાજખોરીની બદ્દી નાથવા તેમજ આવા ગંભીર બનાવોને બનતા અટકવવા માટે તેમજ વ્યાજખોરીથી પીડાતી પ્રજાના પ્રશ્નો સાંભળવા અને નિરાકરણ કરવા સાથો સાથ મોરબી જીલ્લાના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર, રાષ્ટ્રીયકૃત બેંક/અનુસૂચિત બેંક/સહકારી બેંક/માઈક્રો ફાયનાન્સ સંસ્થાને સંપર્ક કરી, ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જુદાજુદા ધિરાણ યોજનાઓની લોન મેળવવાની વિગતો અંગેની માહિતી પ્રદાન કરવામાં આવશે અને આ સાથે તેના પેમ્ફલેટ અને તેનું પ્રદર્શન પણ યોજાશે.ઙ્ગઙ્ગ

નોંધનીય છે કે આ જનસંપર્ક સભામાં જાહેરમા રજુઆત નહીં કરી શકનાર નાગરિકો મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ રૃમ - ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી.,મોરબી – ૭૫૬૭૮ ૮૮૮૬૭ પોલીસ ઇન્સ. એસ.ઓ.જી.,મોરબી – ૯૫૩૭૭ ૯૯૮૮૮ નો પણઙ્ગ અધિકારીનો સંપર્ક કરી શકશે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(1:51 pm IST)