Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા ગૌરવ પરીક્ષા યોજાઈ : ૩૯૭૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા

મોરબી, તા.૧૦ :  સંસ્કૃત ભારતી દ્વારા ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાં ૩૯૭૧ પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ સમગ્ર ગુજરાતમાં ૪૧,૮૬૮ પરીક્ષાર્થીઓ જોડાયા હતા

 જેમાં ગુર્જર  પ્રાંતમાં ૨૨,૮૬૮ અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં ૧૯,૬૦૪ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી મોરબી જનપદમાં ૧૮ કેન્દ્ર પર ૩૯૭૧ વિદ્યાર્થીઓ જોડાયા હતા જે પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લા સંયોજક કિશોરભાઈ શુકલ, સહ સંયોજક મયુરભાઈ શુકલ અને ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ ઠાકરે સાંભળ્યું હતું.

(1:23 pm IST)