Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

બાબરા સમસ્‍ત મુસ્‍લિમ સમાજ દ્વારા ધારાસભ્‍ય જનકભાઇ તળાવીયાનુ સન્‍માન

બાબરા સમસ્‍ત મુસ્‍લિમ સમાજ દ્વારા સુનિ મુસ્‍લિમ જમાત ખાને બાબરા ના નવ નિયુક્‍ત ધારાસભ્‍ય જનકભાઈ તળાવીયા નું બાબરા લાઠી દામનગર ચાવંડ અમરેલી ના મુસ્‍લિમ સમાજ દ્વારા જનકભાઈ તળાવીયાનું ભવ્‍ય સન્‍માન કરાવામાં આવ્‍યુ હતુ જેમાં મુસ્‍લિમ સમાજના આગેવાનો વડીલો યુવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા તેમજ જીલ્લા પંચાયત ના આરોગ્‍ય વિભાગના ચેરમેન જીતુભાઇ ડેર બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા અમરેલી જિલ્લા લધુમતી મોરચા ના પ્રમુખ રજાક ભાઇ કચરા ઇકબાલભાઇ ડેરૈયા દામનગર રીઝવાનભાઇ સૈયદ રહીમભાઈ પંછીરાજ આરીફભાઇ મેતર બાબરા સહીત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા સન્‍માન બદલ ધારાસભ્‍ય જનકભાઈ તળાવીયા એ સમસ્‍ત મુસ્‍લિમ સમાજના આગેવાનો વડીલો યુવાનોનો આભાર માન્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : દિપક કનૈયા,બાબરા)

(1:23 pm IST)