Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

પોરબંદરની મચ્છી માર્કેટમાં ૨૬ લાખના ખર્ચે નિમાર્ણ થયેલા શેડનું લોકાર્પણ

પોરબંદર, તા.,૧૦ : મચ્છી માર્કેટમાં ૨૬ લાખ ના ખર્ચે બનેલ શેડ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

 પોરબંદર - છાયા સંયુકત નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટ ખાતે પત્રા (શેડ) ની કામગીરી ૨૬ લાખ ના ખર્ચે પૂર્ણ થઈ હતી. પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, નગરપાલિકા ના પ્રમુખ સરજુભાઈ કારિયા, ઉપપ્રમુખ ભારતીબેન શિયાળ સહીત આ વિસ્તારના કાઉન્સિલર મનીષભાઈ શિયાળ, પાલિકાના પૂર્વપ્રમુખ અશોકભાઈ ભાદ્રેચાજિલ્લા ભાજપ અગ્રણી હિતેશ ઠકરાર, નવીબંદર ખારવાસમાંજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા ઉર્ફે મુન્નાભાઈકિશોરભાઈ બરીદુન (ખાન ભાઈ), ભાજપ યુવા મોરચા મહામંત્રી સંદીપ પાંજરી, યુવા ભાજપ ઉપપ્રમુખ રાજેશ ગોહેલ તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મચ્છી માર્કેટ માં શેડ નહિ હોવાથી  નાના ધંધાર્થીઓને પરેશાની વેઠવી પડતી હતી. આ વિસ્તારના સુધરાઈ સભ્ય અને ખારવા સમાજ ના અગ્રણી મનીષભાઈ શિયાળ દ્વારા બાબુભાઇ બોખીરીયા ને આ બાબતે વાકેફ કર્યા હતા અને તેમના પ્રયાસોથી ગ્રાન્ટ મંજુર થતા આ કામગીરી શરુ કરવામાં આવી હતી. 

આ કામગીરીમાં સંપૂર્ણ દેખરેખ મનીષભાઈ શિયાળ દ્વારા રાખવામાં આવી હતી, તેમની ટીમે આ કામ માટે જહેમત ઉઠાવી હતી. આ કામગીરી પૂર્ણ થતા આ પ્રશ્નનો ઉકેલ આવી જતા અહીં મચ્છીનો ધંધો કરતા વેપારીઓ એ ભાજપ આગેવાનોનો આભાર વ્યકત કર્યો હતો.

(1:50 pm IST)