Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એલસીબી પોલીસ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૦: પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના અશોકકુમારની સુચનાથી નાસતા ફરતા આરોપી ઓઘડભા બુધાભા સુમણીયા હિન્‍દુ વાઘેર રહે. ગડેચી ગામ વાડી વિસ્‍તાર તા. દ્વારકાવાળાને તેમના રહેણાંક મકાનેથી પકડી પાડેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીની સુચનાથી પો.સ.ઇ. એસ.પી.ગોહીલ એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:25 pm IST)