Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

આદિત્યાણામાં વ્યાજખોરોનો વધતો જતો ખોફઃ પીડીતો લોક દરબારમાં ફરિયાદ કરવાની હિંમત કરતા નથી

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્યાણા, તા., ૧૦: મજુર વર્ગની વસ્તી વધુ છે તેવા આદિત્યાણા ગામે વ્યાજખોરો કાળોકેર વર્તાવી રહેલ છે. કારણ કે આ વ્યાજખોરો પ ટકા, ૧૦ ટકા અને રપ ટકા જેવી રકમ વ્યાજ તરીકે મહીને ઉઘરાવે છે તેવી ચર્ચા છે.

 આ વ્યાજખોરોનો ખોફ એટલો હોય છે કે મજુર વર્ગ તેની સામે  ફફડે છે કે એટલે પોલીસ ફરીયાદ કરવા સામે કેમ આવે? તે પ્રશ્ન ચર્ચામાં છે. તાજેતરમાં રાણાવાવમાં વ્યાજખોરોથી પરેશાન લોકોના પ્રશ્નો સાંભળવા માટે લોકદરબાર યોજાયો હતો. જેમાં એક પણ પીડીતોએ વ્યાજખોરો સામે ફરીયાદ કરવાની હિંમત બતાવી નહોતી.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ધંધા રોજગારી ઘટી ગયેલ હોય નાનો વર્ગ અમુક પ્રસંગો સાચવવા પરીવારના આરોગ્ય માટે દવા માટે ના છુટકે આ વ્યાજખોરો પાસે પોતાની મિલ્કત-દાગીના-વાહનો મુકી ઉંચા વ્યાજે પૈસા લે છે અને બાદમાં આ વ્યાજખોરોના ઉંચા વ્યાજને કારણે તેઓની મિલ્કત-વાહનો પણ વ્યાજખોરો વ્યાજમાં જમા લઇ લે છે. પોલીસ ફરીયાદની વાત આવે તો દિકરા-દિકરીને મારી નાખવાની ધમકી આપેે છે. એટલે મજુર વર્ગ ફરીયાદ પણ કરી શકતા નથી તેવી ચર્ચા છે.

તાજેતરમાં પોલીસ દ્વારા રાણાવાવ ખાતે યોજાયેલ લોકદરબારમાં વ્યાજખોરો સામે આવી એક પણ ફરીયાદ કરવામાં આવેલ નથી. કારણ કે વ્યાજખોરોનો ખોફ જ એટલો હોય છે કે ફરીયાદ કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી અપાતાની ચર્ચા છે.  આ મજુર વર્ગ વ્યાજના વિષચક્રમાં ફસાઇ તેના મુળમાં જવાની જરૃર છે. વ્યાજના વિષચક્રનું મુળ ગામે ગામ જે કોમપ્યુટર ઉપર જુગારના હાટડા ખુલેલ છે તેને બંધ કરાવવા તેમજ પોરબંદર જીલ્લામાં ગામે ગામ ખુલ્લેઆમ દુકાનોમાં કોમ્પ્યુટર ઉપર જુગાર રમાડવામાં આવે છે. આ જુગારમાં મજુર વર્ગ અને યુવાનો ફસાઇ છે. તેમાં કોમ્પ્યુટરના જાદુથી રમનાર કયારેય જીતતો જ નથી અને બાદમાં વ્યાજના વિષચક્રમાં ફસાઇ છેતે સામે દિશમાં પગલા લેવાની જરૃર છે. (

(1:51 pm IST)