Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

જુનાગઢમાં વધુ બે શખ્‍સો ચાઇનીઝ દોરી વેંચતા ઝડપાયા

રૂા.૧૯પ૦૦નો જથ્‍થો કબ્‍જે કરાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦ : જુનાગઢમૉ પોલીસે વધુ બે શખ્‍સોને ચાઇનીઝ દોરી વેંચતા ઝડપી લઇ રૂા.૧૯પ૦૦નોજથ્‍થો કબ્‍જે કર્યો હતો.

જુનાગઢ બી ડીવીઝનના પી.આઇ. નિરવ શાહનામાર્ગદર્શનમાં સ્‍ટાફે જોશીપરામાં આદિત્‍ય માર્કેટ પાસેથી સુભાષ રમણીક સોલંકીને રૂા.૧૬પ૦૦ની કિંમતમાં ચાઇનીઝ દોરીના જથ્‍થા સાથે પકડી પાડયો હતો.

તેમજ જોશીપરામાં નંદનવન મેઇન રોડ ખાતે ઝેરોક્ષની દુકાનમાં શબીર નજરઅલી કચ્‍છીને ચાઇનીઝ દોરી વેંચવા  સબબ રૂા. ૩૦૦૦નો મુદામાલ સાથે પકડી પોલીસે  ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:47 pm IST)