Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

જામરાવલ પાલિકામાં વીપીપીના સદસ્‍યોની ભાજપના ટેકાથી અવિશ્વાસ દરખાસ્‍ત

વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના શાસન સામે જીલ્લા કલેકટર અને નિયામકને રજુઆત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૦ : જામકલ્‍યાણપુર તાલુકાની જામરાવલ ન.પા.ને થઇ છે અહીં સતાધારી જુથ દ્વારા ભાજપના ટેકાથી પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્‍ત જિલ્લા કલેકટરને રજુ કરતા સ્‍થાનિક રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા પાલિકાની ચુંટણી જામરાવલ ન.પા.ની થઇ હતી. ત્‍યારે સ્‍થાનિકોએ વી.પી.પી. વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના નામથી સ્‍થાનિક પક્ષ બનાવીને લડીને બહુમતી હાંસલ કરી હતી. તથા વીપીપીની સતા આવી હતી તથા મનોજભાઇ રામશીભાઇ જાદવ પાલિકા પ્રમુખ તથા લીલુબેન વિજયભાઇ સોલંકી ઉપપ્રમુખ થયા હતા. પણ વીવીપીના રાજ પાલિકા સદસ્‍ય જાદવ લલીતભાઇ લખમણભાઇએ પાલિકાના ર૪માંથી ૧૭ સભ્‍યો જેમાં ભાજપના પણ સાત સદસ્‍યો તેમના સમર્થનથી પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્‍ત રજુ કરી છે.

સતર પાલિકાના સભ્‍યોની સંયુકત સહીઓ સાથે જિલ્લા કલેકટર, દ્વારકા પ્રાંત અધિકારી, ન.પા. પ્રાદેશિક નિયામક રાજકોટ તથા ચીફ ઓફિસરને આ અવિશ્વાસની દરખાસ્‍ત મોકલવામાં આવી છે.

પરિવર્તન પાર્ટી જામરાવલમાં વિકાસ કરવામાં નિષ્‍ફળ ગઇ હોય આજ પાટીના સદસ્‍યોએ હવે ભાજપના સમર્થનસાથે પ્રમુખ - ઉપપ્રમુખ તે હોદા પરથી હટાવવા અવિશ્વાસ દરખાસ્‍ત રજુ કરતા ભારે ચર્ચા જાગી છે.

(1:46 pm IST)