Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ધુમ્‍મસ સાથે ઠંડી ઘટીઃ ગિરનાર ૮.૯ નલીયા ૧૦.૪ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર હવામાન યથાવતઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ગયો

રાજકોટ તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ઠંડીમાં ઘટાડો યથાવત છે. અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકોને ઠંડીમાં રાહત મળી રહી છે.

દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. અને ત્‍યારબાદ સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જે હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

આજે ગિરનાર ઉપર ૮.૯ ડિગ્રી કચ્‍છના નલીયામાં ૧૦.૪, રાજકોટમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢઃ આજે જુનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો રહ્યો હતો.ગિરનાર પવર્ત ૮.૮ ડીગ્રી ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

ગઇકાલે જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૧૬.ર ડિગ્રી નોંધાયા બાદ આજે તાપમાનનો પારો બે ડિગ્રી નીચે ઉતરીને ૧૩.૯ ડિગ્રીએ સ્‍થિર થયો હતો જેના પરિણામે જુનાગઢ વિસ્‍તારમાં ગુલાબી ઠંડી રહી હતી.

સવારના વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૮૦ ટકા રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૩ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ર૮ મહત્તમ ૧પ લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(4:20 pm IST)