Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાના બે બનાવમાં મોરબી સીટી એ ડીવીજન પોલીસે ગુન્હો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી

મોરબી :રાજ્યના ગૃહ વિભાગના આદેશ છૂટ્યા બાદ મોરબી પોલીસ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોનું જીવવું હરામ કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં એક્શનમાં આવી છે અને વ્યાજખોરો વિરુદ્ધ ધડાધડ ફરિયાદ નોંધાઈ રહી છે.આથી પોલીસ વ્યાજખોરોને ઝેર કરવા કડક કાર્યવાહી કરીને તાત્કાલિક ધરપકડનો દૌર શરૂ કર્યો છે.વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાના બે બનાવમાં મોરબી સીટી એ ડીવીજન પોલીસે ગુન્હો નોંધી તાત્કાલિક ચાર શખ્સોને ઝડપી લીધા હતા.ચાર ઈસમોની પોલીસે ધરપકડ કરી.
   મોરબીના શનાળા રોડ રૂદ્ર પ્રયાગ એપાર્ટમન્ટ બ્લોકનં.૬૦૩ નીતીનીપાર્કમાં રહેતા મીલનભાઇ જયંતીભાઇ અગોલાને ઉંચા વ્યાજે રૂપીયા ધીરધાર કરી ચેકો પડાવી લઇ ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરીને હેરાન કર્યાની ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે આ બનાવને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ પ્રવીણભાઇ નવઘણભાઇ ગરચર, મનીષભાઇ ઉર્ફે દેવશીભાઇ જીવણભાઇ રંગીયા, જગદીશભાઇ ઉર્ફે સુરેશભાઇ લખમણભાઇની ધરપકડ કરી હતી.

 બીજા બનાવમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ શ્રી કુંજ સોસાયટીમાં રહેતા રૂપેશભાઇ હરજીવનભાઇ રાણીપાને ઉચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘારાણી કરીને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે પઠાણી ઉઘારાણી કરીને ધમકી આપતા વ્યાજખોર વિશાલભાઇ બચુભાઇ ગોગરાને ઝડપી લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે.

(11:03 pm IST)