Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

મોરબી: પોલીસે વ્યાજંકવાદથી મુક્તિ અપાવવા ગાળા ગામથી જાગૃતિ અભિયાન શરુ કર્યું.

PSI એસ.એન.સગરકા, પોલીસકર્મીઓ હસમુખ વોરા,વિજયદાન, દેવદાન સવસેટા દ્વારા ગાળા ગામે ગ્રામજનો સાથે સંવાદ કર્યો

મોરબી જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોના પરિવારનો માળો પિંખાઈ ગયો છે. પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા મજબૂર થવું પડ્યું છે અને પોલીસની પણ વરવી ભૂમિકા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે વ્યાજખોરોથી લોકોને બચાવવા મોરબી પોલીસ દ્વારા આજે ગાળા ગામે જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર PSI એસ.એન.સગરકા, પોલીસકર્મીઓ હસમુખ વોરા,વિજયદાન, દેવદાન સવસેટા દ્વારા ગાળા ગામે ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમને વ્યાજખોરીની ચુંગાલ ન ફસવા અંગે અપીલ કરવામાં આવી હતી. તથા તેમની આસપાસ કોઈ નાગરિક આ કુચક્રમાં ફસાયું હોય તો પણ તેને પોલીસ મથકનો સંપર્ક કરવાનું સૂચન કરવાં આવ્યું હતું.
આ ઉપરાંત  મોરબી જીલ્લાના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર, રાષ્ટ્રીયકૃત બેંક/અનુસૂચિત બેંક/સહકારી બેંક/માઈક્રો ફાયનાન્સ સંસ્થાને સંપર્ક કરી, ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જુદાજુદા ધિરાણ યોજનાઓની લોન મેળવવાની વિગતો અંગેની માહિતી પ્રદાન કરવામાં આવી હતી. જેથી જરૂરિયાત મંદ નાગરિકો વ્યાજે પૈસા લેવાને સ્થાને સરળતાથી લોન લઈને તેમની ચુકવણી કરીને મુક્ત થઇ શકે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

   
(11:45 pm IST)