Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

મોરબીના નાની વાવડી ગામની શાળામાં પોલીસે ચાઇનીઝ દોરી-તુક્કલનો ઉપયોગ ના કરવા માર્ગદર્શન

મોરબી :  ચાઇનીઝ દોરીને પગલે નિર્દોષ નાગરિકો અને પક્ષીઓ ઘાયલ થતા હોય છે અનેક કિસ્સાઓમાં લોકોના મૃત્યુ પણ થતા હોય છે જેથી ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર તંત્રએ પ્રતિબંધ ફરમાવ્યો છે તો લોકોને જાગૃત કરવા આજે નાની વાવડી ગામમાં પોલીસે માર્ગદર્શન આપ્યું હતું

મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર ખુમાનસિંહ વાળાની ટીમે આજે કુમાર પ્રાથમિક શાળા નાની વાવડી ગામમાં વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ના કરવા માર્ગદર્શન આપ્યું હતું સાથે જ તેનાથી થતા નુકશાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા ત્યારે પોલીસના માર્ગદશનથી બાળકો પણ ચાઇનીઝ દોરી અને તુક્કલના ઉપયોગથી થતા નુકશાન વિશે જાગૃત બન્યા હતા અને વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો, સગા સંબંધીઓ તેમજ પાડોશીઓને ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ના કરવા સમજાવશે તેવી ખાતરી આપી હતી.

(12:07 am IST)