Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ગરનાળા ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે નખાતી પવનચક્કી બંધ કરાવવા બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત

-તાકીદે કામો બંધ કરવામાં નહીં આવે તો ન છૂટકે અરજદારો ને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી:

ગોંડલ તાલુકાના ગરનાળા ગામે રહેતા માટીયા સાગરભાઇ નાગજીભાઈ એ પ્રાંત અધિકારીને લેખિત માં અરજ કરી હતી કે ગરનાળા ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે પવનચક્કીઓ નખાઈ રહી છે, સુજલોન કંપનીને 2017-18 માં ફાળવણી થયેલ હતી, વાઇબ્રન્ટ ગુજરાતના નિયમ મુજબ ફાળવણી જમીનની થયા પછી છ મહિનાની અંદર કામ ચાલુ કરવાનું હોય છે પરંતુ પાંચ પાંચ વર્ષ વીતી જવા છતાં કંપનીએ કામ ચાલુ કરેલ ન હતુ, જેથી કરીને કલેકટર એ કરેલા હુકમ મુજબ તેઓની શરત ભંગ થતા ઉપરોક્ત જમીન  સરકારની ગણાય છે, પરંતુ મામલતદાર કચેરી કે ડેપ્યુટી કલેકટર કે સર્કલ દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી થયેલ નથી જેથી નિવેદન છે કે અમો અરજદાર તથા અમારી જ્ઞાતિના માલધારી સમાજના લોકો તેમજ ગરનાળા ગામના ગ્રામજનો અરજી સાથે જણાવીએ છીએ કે ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટી ના નિયમ મુજબ પવનચક્કીની ફાળવણી ગામથી 500 મીટર થી દૂર હોય તેમ જ જમીન ઢાળ દોડાવાળી ડુંગરાડ હોય ફળદ્રુપ ન હોય એ બાજુમાં તળાવ ન હોય બાજુના ખેતરના ખેડૂતની સહી વગર જમીન ફાળવી શકાતી નથી તેમના ખેતર ઉપર પવનચક્કીનું પાતળું ફોડી શકે નહીં જેવા અનેક નિયમો છે તેમજ હાલની તકે ગૌચરની અંદર ખનીજ ચોરી થતાં ગોચર બચ્યું નથી જેથી કરીને પશુપાલનના ચરણનો સૌથી વિકટ પ્રશ્ન છે જેથી જ્યાં સુધી ઉપરોક્ત ગરનાળા ગામે ખરાબાની જમીન અને ગૌચરનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તમામ કામો બંધ કરાવી દેવામાં આવે આમ છતાંએ ઉપરોક્ત કામો બંધ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે કાયદો હાથમાં લેવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી તંત્રની અને કંપનીના માણસો કે કંપનીના ઓથોરાઈઝ કર્મચારીઓ વગેરેની રહેશે તેવી અંતમાં ચીમકી આપી હતી.

(12:08 am IST)