Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

માળીયા હાટીના પાસે રીક્ષા ઉંધી વળતાં આંબેચાની મહિલાનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના પાસે છકડો રીક્ષા ઉંધી વળી જતાં આંબેચાની મહિલાનું મૃત્‍યુ થયું હતું. અને અન્‍ય મુસાફરોને ઇજા થઇ હતી.

આંબેચા ગામના સવિતાબેન કાનાભાઇ રાવલીયા નામનાં પ્રૌઢ મહિલા જીજે-૦૩-એકસ-૯પપ૯ નંબરની છકડો રીક્ષામાં બેસીને માળીયા ખાતે ખરીદી કરવા જતા હતા.

ત્‍યારે છકડો રીક્ષાનાં ડ્રાઇવરે રીક્ષાને પુરઝડપે હંકારતાં રીક્ષા પલ્‍ટી મારી ગઇ હતી.

આ પ્રમાણે સર્જાયેલા અકસ્‍માતમાં સવિતાબેન સહિતનાં પેસેન્‍જરોને ઇજા થઇ હતી જેમાં સવિતાબેનનું સારવાર દરમ્‍યાન મૃત્‍યુ થતાં માળીયા પોલીસે રીક્ષા ચાલક સામે મૃતકનાં પુત્રની ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી હતી.

(1:36 pm IST)