Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમરેલીમાં ૨ ઇંચ વરસાદમાં કેરીયા રોડ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો હેરાન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૦ : શહેરમાં ગઇકાલ સવારથી અસહ્ય બફારો અને ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. ત્યારબાદ સાંજે જોરદાર વરસાદ ચાલુ થતા ચારેયકોર પાણી પાણી એક કોર ભારે પવન સાથે વરસાદની સટાસટીમાં સાંજના ૬ થી ૭ એક કલાકમાં ૨ ઇંચ વરસાદ પડી જતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

જ્યારે કેરીયા રોડ ઉપર આવેલ રેલવે અંડરબ્રીજમાં પાણી ભરાતા લોકોને ચાર કિલ્લા ફરીને જવા મજબૂર થવું પડયું હતું. ખાંભામાં પોણો ઇંચ અને બાબરા, રાજુલા, લાઠીમાં ઝાપટા પડયા હતા.

(1:11 pm IST)