Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ચુડાના ભાજપના કાર્યકર ઝીણાભાઇ ડેરવાળીયાની કાર ઉપર ફાયરીંગ

અતિવૃષ્ટિ મુદ્દે ગાંધીનગરથી રજૂઆત કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બનાવ : આબાદ બચાવ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૦ : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભાજપના કાર્યકર ઉપર ગઇકાલે રાત્રીના ફાયરિંગ હોવાની ઘટના બની છે જેમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલમાં ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝીણાભાઈ ડેરવાળિયા ગાંધીનગર ખાતે ચોટીલા તાલુકામાં થયેલી અતિવૃષ્ટિને ખેડૂતોની રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા ત્યારે રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા ત્યારે ચુડા તાલુકાના ચોરવાડ ગામ પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ઘટના બનવા પામી છે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા હોવા છતાં પણ ઝીણાભાઈનો હાલમાં આબાદ બચાવ થયો છે અત્યારે ભાજપના અનેક કાર્યકરો ઝીણાભાઈની આ બનેલી ઘટનાને વખોડી અને હાલમાં ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે હાલમાં જાણવા મળી રહ્યું છે કે આ ઘટના નાની મોરવાડ પાસે બની છે જે ચુડા તાલુકાનું ગામ છે અને હાલમાં ચુડા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે ધારાસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઋતિક મકવાણા સામે ભાજપની સીટ ઉપર ઝીણાભાઈ ડેરવાળિયા ચૂંટણી લડયા હતા પરંતુ તેઓ હારી ગયા હતા ત્યારે હાલમાં ભાજપના કાર્યકરો ઉપર હુમલો થતાં હુમલાને ભાજપના કાર્યકરો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના પોલીસ તંત્ર ઉપર સલામતીનો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે.

(12:44 pm IST)
  • અત્યારે મોડી રાત્રે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર વાદળાઓની સારી એવી જમાવટ જોવા મળે છે. આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે access_time 10:49 pm IST

  • કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થતા કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણી ધીરે ધીરે રાબેતા મુજબનું કાર્ય કરશે અને પૂર્ણ સમય હાજર રહેશે access_time 3:53 pm IST

  • ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ધીમેધીમે વાદળાઓ આવતા જાય છે. આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદની આગાહી થઈ છે. મહારાષ્ટ્ર મુંબઈ ઉપર સતત વાદળોની જમાવટ જોવા મળે છે. access_time 9:36 pm IST