Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમિતભાઇ શાહ દિવમાં : વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સીલની બેઠક

ભૂપેન્‍દ્રભાઇ પટેલ, રાજેન્‍દ્ર ત્રિવેદી, હર્ષ સંઘવી, જે.પી.ગુપ્‍તા સહિતના જોડાયા

રાજકોટ તા. ૧૧ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહની અધ્‍યક્ષતામા યોજાનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સીલની ર૫મી બેઠકમાં સહભાગી થવા આજેᅠ દીવ ગયા છે..કેન્‍દ્રીય ગૃહ મંત્રીᅠ અમિતભાઇ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજેᅠ દીવમાં આ બેઠક યોજાઈ છે.

વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવેલો છે.

દીવ ખાતે મળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સીલની ર૫મી બેઠકમાં આ રાજયોના મુખ્‍યમંત્રીશ્રીઓ, સંબંધિત મંત્રીઓ તેમજ કેન્‍દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા છે.

કેન્‍દ્રિય ગૃહ મંત્રીᅠઅમિતભાઇ શાહની ઉપસ્‍થિતીમાં આ વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સીલની બેઠકમાં આંતર રાજય સરહદો, સુરક્ષા તેમજ રસ્‍તા, પાણી પુરવઠા, વીજળી જેવી આંતરમાળખાકીય બાબતો સંબંધિત ચર્ચા-વિચારણા થઈ છે.

મુખ્‍યમંત્રીશ્રી સાથે મહેસૂલ મંત્રીᅠ રાજેન્‍દ્ર ત્રિવેદી, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, નાણાં વિભાગના અગ્ર સચિવᅠ જે.પી.ગુપ્તા પણ આ બેઠકમાંᅠ સહભાગી થયા છે.

કોરોના વાયરસની વિશ્વવ્‍યાપી મહામારીની સ્‍થિતીને કારણે ર૦ર૦ અને ર૦ર૧માં આ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું નહોતું.દીવમાં યોજાઈ રહેલી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સીલની આ બેઠક બે વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહી છે.આ પહેલા વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સીલની ૨૪મી બેઠકᅠ ૨૦૧૯માં ગોવા ખાતે અને ૨૩મી બેઠક ૨૦૧૮મા ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં યોજાઈ હતી.આ કાઉન્‍સિલમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર, ગોવા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ - દમણ ક્ષેત્રનો સમાવેશ થાય છે. જેમાં ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રી, મુખ્‍ય સચિવ અને ભારત સરકારના ગૃહ વિભાગના સેક્રેટરી ઉપસ્‍થિત રહ્યા હતા. ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના વિકાસકામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. મહાત્‍મા મંદિરમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં ગરીબ અને મધ્‍યમ વર્ગ માટે તૈયાર થયેલા આવાસોનો ડ્રો કરીને લાભાર્થીઓને ઘરના ઘરની ચાવી સોંપશે

(11:55 am IST)