Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ભુજમાં જમવાના મુદ્દે પતિ પત્ની વચ્ચે જીભાજોડી થતાં પતિએ પથ્થર ઝીંકી પત્નીની હત્યા કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

મૂળ બિહારના અને હાલે ભુજમાં રહીને સિલાઈ કામ કરતાં મુસ્લિમ દંપતી વચ્ચે જમવાની બાબતે થયેલ જીભાજોડી પત્ની માટે જીવલેણ બની હતી. ભુજના દાદુપીર રોડ ઉપર રહેતા સાહિદ અબ્દુલ કલામ અખ્તરે પોતાની પત્ની સના અખ્તર ને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી હતી. પત્નીના મોત બાદ ડરી ગયેલા અબ્દુલ કલામે એ દિવસે ગુરુવારે પોલીસને જાણ કરવાનું ટાળ્યું હતું. પણ અંતે બીજે દિવસે ગઇકાલે શુક્રવારે બી ડિવિઝન પોલીસ માં જઈ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેને પગલે પોલીસે આરોપીના ઘેર જઈ પત્નીની લાશનો કબજો લઈ પીએમ કરાવ્યું હતું. પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(9:52 am IST)