Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કોરોના કેસોમાં વધારાના પગલે દ્વારકા જિલ્લો એલર્ટ : ચેકીંગની સંખ્‍યા વધારાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સુરજ કરાડી મીઠાપુરમાં અન્‍ય રાજયમાંથી આવેલા મજુર યુવાનને દ્વારકા જિલ્લામાં મહીનાઓ પછી કોરોના પોઝીટીવ કેસ આવ્‍યા છે.

જિલ્લા કલેકટરશ્રી એમ. એ. પંડયા તથા એપેડેમીક આરોગ્‍ય અધિકારી એમ.ડી. જેઠવા અધિક કલકેટરશ્રી કે.એમ. જાની તથા જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. રાજ સુતરીયાએ જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના ટેસ્‍ટીંગની સંખ્‍યા વધારી છે. છેલ્લા ત્રણ દિવસમાં ૬૦૦ જેટલા ટેસ્‍ટીંગ જુદા જુદા તાલુકાઓમાં કરવામાં આવેલા જે તમામ નેગેટીવ રહ્યા હતા.

(1:44 pm IST)