Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ચોટીલાના ખેરડી ગામે ૧૬ કિલો પોષડોડવા સાથે ઝડપાયો

વઢવાણ,તા. ૧૧: ૧૬ કિલો જેની કુલ કિ.રૂ.૪૮,૦૦૦/-નો પોષડોડવા નો મુદ્દામાલ ઝડપી લીધો છે.

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી, જુગાર તથા નશાયુકતની ગેર કાયદેસર પ્રવૃતીઓને સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા સારૂ જે અંગેના કેશો શોધી કાઢવા માટેની સુચના થઇ આવેલ હોય જે અન્વયે માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર બી.એમ,રાણાનાઓએ બાતમી હકીકત મેળવી ચોટીલા તાલુકાના ખેરડી ખાતે રહેતા આરોપી હરેશભાઇ માત્રાભાઇ ગીડા(કાઠી દરબાર) વાળાના પોતાના કબ્જા ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસર પોષડોડવા ૧૬ કિલો કિમત રૂપીયા ૪૮,૦૦૦/ સાથે પકડી પાડી મજકુર ઈસમ વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી (૧) પોલીસ ઇન્સ્પેકટર શ્રી.બી.એમ.રાણા તથા (૨) એ.એસ.આઈ યોગેન્દ્રસિંહ ચુડાસમા તથા (૩) એ.એસ.આઈ દ્યનશ્યામભાઈ મસીયાવા તથા (૪)એ.એસ.આઈ મગનલાલ રાઠોડ તથા (૫) એ.એસ.આઈ રવીભાઈ ભરવાડ તથા (૬) એ.એસ.આઈ પ્રવીણભાઈ આલ તથા (૭) એ.એસ.આઈ દાજીરાજસિંહ રાઠોડ (૮) એ.એસ.આઈ ડાયાભાઈ મગનભાઈ મોદ્યરીયા તથા (૯) અના.હેડ.કોન્સ મહિપતસિંહ મકવાણા તથા (૧૦) અના.હેડ.કોન્સ હરદેવસિંહ પરમાર (૧૧) અના.હેડ.કોન્સ જયરાજસિંહ તથા (૧૨)પો.કોન્સ વિક્રમભાઇ નારાયણભાઇ બાવળીયા તથા (૧૩) પો.કોન્સ. ગોપાલભાઈ કેશાભાઈ પરમાર તથા (૧૪) વુ.પો.કો સંગીતાબા રાણા (૧૫) વુ.પો.કો પ્રિયંકાબેન મનસુખભાઈ પરમારએ કરી હતી.

(11:34 am IST)