Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગાંધીધામમાં બેકાબૂ ફોર્ચ્યુનર કારે પિતા પુત્રને કચડતાં અરેરાટીભર્યા મોત : બે બાઇક ઉલાળીને કાર દુકાનમાં ઘૂસી

રાજવી ફાટક પાસે બનેલ હિટ એન્ડ રનના બનાવ બાદ રાજપૂતાના લખેલી જીજે૧૨ડીએસ-૧૫૪૫ કારમાં સવાર ત્રણ શખ્સો નાસી છૂટયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : ગાંધીધામ આદિપુર માર્ગ ઉપર રાજવી ફાટકથી આગળ બેકાબૂ ફોર્ચ્યુનર કારે હિટ એન્ડ રનના સર્જેલા અકસ્માતમાં પિતા પુત્રના અરેરાટીભર્યા મોત નીપજયા હતા.

જીજે ૧૨ ડીએસ ૧૫૪૫ નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે બે બાઈકને હડફેટે લીધી હતી. જે પૈકી એક બાઈક ઉપર સવાર પિતા મયુર નારાણજી થારૂ (ઉ.૩૦, સુંદરપુરી, ગાંધીધામ) અને તેમના ૮ વર્ષીય પુત્ર અયાનને ઉલાળ્યા હતા. રસ્તા ઉપરથી સાઈડમાં આવેલી દુકાનમાં ઘૂસી ગયેલી કારની ટક્કરમાં હવામાં ઉછળેલા મયુરભાઈ દુકાનમાં અથડાયા હતા.

જયારે પુત્ર અયાન કાર અને દુકાન વચ્ચે ઢસડાઈ દબાઈ ગયો હતો. બબ્બે જિંદગીનો ભોગ લીધા પછી ફોર્ચ્યુનર કારમાં સવાર ત્રણ શખ્સો કંઈ થયું નથી એવો ભાવ વ્યકત કરતાં નાસી છૂટયા હતા. આ ઘટના સીસી ટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:33 am IST)