Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં ધુપ-છાંવ : સુરેન્દ્રનગરમાં ૪૦.૭ ડિગ્રી તાપમાન

આખો દિવસ અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ : મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર

રાજકોટ તા. ૧૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે. આવા હવામાન વચ્ચે ગરમીમાં વધારો થયો છે અને ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયંુ છે.

ગઇકાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૦.૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સવારથી અસહ્ય બફારાનો અનુભવ થઇ રહ્યો છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

ગઇકાલે રાજ્યમાં સૌથી ઉંચુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૦.૭ ડિગ્રી, અમદાવાદ ૪૦, ડીસા ૩૯.૩, વડોદરા ૩૭.૬, સુરત ૩૩.૪, રાજકોટ ૩૯.૧, કેશોદ ૩૬.૮, ભાવનગર ૩૮.૩, પોરબંદર ૩૪.૮, વેરાવળ ૩૪.૧, દ્વારકા ૩૫.૨, ઓખા ૩૪.૮, જામનગર ૩૮, ભુજ ૩૮.૨, નલીયા ૩૬, ન્યુ કંડલા ૩૯.૩, કંડલા એરપોર્ટ ૩૯.૨, અમરેલી ૩૮, ગાંધીનગર ૩૯.૫, મહુવા ૩૩.૪, દિવ ૩૪.૨, વલસાડ ૩૩ અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી, લઘુત્તમ ૨૮.૫ ડિગ્રી, ભેજ ૮૨ ટકા અને પવનની ઝડપ ૧૪.૩ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(11:45 am IST)