Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પક્ષ તરફથી સોંપાતી કામગીરી ખંતથી નિભાવે તે સાચા કાર્યકરની નિશાની : રમેશ મુંગરા

જામનગર જીલ્લા ભાજપની સંગઠન બેઠકમાં નવનિયુકત હોદ્દેદારોનું અભિવાદન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. જિલ્લા ભાજપ સંગઠનને મજબુત બનાવવા તાજેતરમાં બાકી રહેતા મંડલો તેમજ જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની નિયુકિત કરવામાં આવેલ. આ ઉપરાંત મીડીયા અને આઇ.ટી.સેલ તથા સોશ્યલ મીડીયા સેલના ઇન્ચાર્જની નિયુકતી પણ કરવામાં આવેલે આ તમામ નવનિયુકત હોદેદારો સાથે જામનગર જિલ્લા ભાજપના હોદેદારો, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ સાથે એક જિલ્લા બેઠકનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાના અધ્યક્ષસ્થાને હોદેદારોનું અભિવાદન કરાયું હતું.

જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાએ જણાવ્યું કે પક્ષ તરફથી જેને જે કાર્યભાર સોંપવામાં આવેલ છે તે પુરા ખંત ઉત્સાહ સાથે ફરજ બજાવવી એ જ સાચા કાર્યકરની નિશાની છે તેમ જણાવી સૌને પ્રોત્સાહિત કરેલ. આ ઉપરાંત આગામી સમયમાં સંગઠનની સંરચના જેમાં મંડલની કારોબારી, મોરચાના હોદેદારો તથા મોરચાના મંડલની કારોબારી સહિતની સંરચના બને તેટલી ઝડપથી પૂર્ણ કરવા જણાવેલ. સંગઠનના નિયમોની જાણકારીની વિશેષ છણાવટ કરી, દરેક ગામમાં ૧૦૦% વેકસીનેકશન માટે કાર્યકરોને મહેનત કરવા અપીલ કરી. જિલ્લા મહામંત્રી દિલીપભાઇ ભોજાણીએ સાંધીક ગીત પ્રસ્તુત કરેલ. સ્વાગત પ્રવચન મહામંત્રી મનોજભાઇ જાનીએ કરેલ તેમજ સંચાલન મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ કર્યું હતું.

(12:53 pm IST)