Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં સવારથી વરસાદી વાતાવરણ : જામનગરમાં સવા બે ઇંચ

કચ્છના અંજાર- રાપર, જૂનાગઢના માળીયાહાટીના અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં દોઢ ઇંચ વરસાદ : ૩૫ તાલુકામા ઝાપટાંથી માંડીને એક ઇંચ : રાજકોટમાં ધીમીધારે

રાજકોટ તા.૧૨, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વાતાવરણ યથાવત છે.સવારે  જામનગરમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. કચ્છના અંજાર , જૂનાગઢના માળીયાહાટીના અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૩૫ તાલુકામા ઝાપટાંથી માંડીને એક ઇંચ વરસાદ પડયો છે. રાજકોટમાં સવારે ધીમીધારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો.

જામનગર જિલ્લાના કાલાવડમાં પોણો ઇંચ જામજોધપુર, ધ્રોલ ,લાલપુર અને જોડિયામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના અંજાર અને રાપર માં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે ભચાઉમા પોણો ઈચ , મુન્દ્રા ગાંધીધામ નખત્રાણા ભુજ માંડવી લખપતમાં ઝાપટાંથી માંડી ને અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

 જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે જુનાગઢ, કેશોદ, મેંદરડા, માંગરોળ, માણાવદરમાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી, જામકંડોરણા, પડધરી, લોધીકા અને જસદણમાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા સવારે દસ વાગ્યા સુધીમાં રાજકોટમાં ૮ મીમી વરસાદ પડયો હતો આ લખાય છે ત્યારે સવારે 10 વાગ્યે વાદળછાયુ વાતાવરણ યથાવત છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમા  દોઢ ઇંચ અને મૂળી , ધાંગધ્રા ,સાયલા , વઢવાણ અને ચુડામા ઝાપટાથી લઈને પોણો ઇચ વરસાદ વરસ્યો છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં અડધો ઇંચ તથા પોરબંદર શહેર અને  કુતિયાણાના ઝાપટા પડ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા માં પણ સામાન્ય ઝાપટાં વરસ્યા છે.

(10:44 am IST)