Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દ્વારકા જિલ્લામાં નવા કોરોના પોઝીટીવઃ બે ડિસ્ચાર્જઃ ૩૬ સારવારમાં

ખંભાળીયા તા.૧૪ : દ્વારકા જિલ્લામાં ગઇકાલે કોરોના પોઝીટીવ કેસના નવા ત્રણ દર્દી નોંધાયા છે. જેમાં ખંભાળિયા એક, ભાણવડમાં  એક તથા દ્વારકામાં એક એમ ત્રણ કેસ નવા નોંધાયા છે. તેમને ખંભાળિયા કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

દ્વારકા તથા કલ્યાણપુરના એક એક મળીને કુલ બે દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે વાડી વિસ્તાર ભાણવડ, કેનેડી વાડી વિસ્તાર તા. કલ્યાણપુર તથા કણઝાર હોટલ પાસે ખંભાળિયામાં નવા કેસો નોંધાયા છે હાલ ૩૬ એકિટવ કેસ જિલ્લામાં છે.

હોમ આઇસોલેશનનું પ્રમાણ વધ્યું

ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં હવે કોરોના પોઝીટીવ કેસ નીકળતા હોસ્પિટલમાં દાખલ થવું તથા ૧૪ દિવસ કોરેન્ટ મેન્ટ ઝોનમાં રહેવુ અને તમામને પરેશાનીમાં મકુવાની બદલે હવે જો પોઝીટીવ કોરોના જણાય તો લોકો જાતેજ હોમ આઇસોલેશન થઇ જઇને આ રોગ સામે લડત આપવા મંડાય ગયા છે.

(11:32 am IST)