Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

બે વર્ષમાં નિર્માણ કાર્ય થશે પુરૂ : પેટ્રોકેમ કોમ્પ્લેક્ષ અને રીફાઇનરી પ્રોજેકટના વિકાસ માટે દોઢ લાખ કરોડનું રોકાણ

નયારા ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કરશે એકસપાન્સન

અમદાવાદ, તા. ૧પ :  રશીયન ઓઇલ કંપની રોઝનેફટની સહયોગી ન યારા એનર્જી લીમીટેડની દેવભૂમિ દ્વારકાના વાડીનાર પાસે આવેલી જુની રીફાઇનરીના એકસ્પાન્શનને પર્યાવરણીય મંજુરી મળી ગઇ હોવાનું ઉચ્ચ સરકારી સૂત્રોએ કહ્યું છે.

નયારા એનર્જી (પહેલા એસ્સાર ઓઇલ) હવે ર૦ર૧-રરમાં આ પ્રોજેકટ માટેનું કામ શરૂ કરશે. નવા કામ માટે લગભગ દોઢ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું છે. સરકારના ખાણ અને ઉદ્યોગખાતાના એક સુત્રએ કહ્યું કે આ નિર્માણ કાર્ય બે વર્ષમાં પુરૂ થશે અને ત્યારબાદ કંપની ઉત્પાદન શરૂ કરશે. કંપની પાસે જમીન તો છે જ એટલે તેણે જમીન સંપાદિત કરવાની જરૂર નહીં પડે.

રોઝનેફટ ગ્રુપ દ્વારા ર૦૧૭માં એસ્સાર ઓઇલને હસ્તગત કરી લેવામાં આવી હતી અને પછી તેનું નામ નયારા એનર્જી કરવામાં આવ્યું હતું. નયારા એનર્જી અહીં નવા પેટ્રોકેમીકલ કોમ્પ્લેક્ષમાં પોલીપ્રોપેલીન (પીપી) અને પોલીઇથેલીન (પીઇ)નું ઉત્પાદ કરશે કંપનીની પ્રપોઝલ અનુસાર, પીપી અને પીઇની માંગ જીડીપીના વિકાસ દર કરતા દોઢ ગણી છે અને તે વાર્ષિક ૧૦ ટકાના દરે ભવિષ્યમાં વધવાની આશા છે.

(11:54 am IST)