Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડે નહિ માતા-પિતા પૂજન દિવસ ઉજવાયો

મોરબી તા. ૧૫ : યુવાનો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે ત્યારે મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વેલેન્ટાઈન ડે નહિ પરંતુ માતાપિતા પૂજન દિવસ ઉજવાયો હતો.

સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ માતાપિતા પૂજન દિવસ ઉજવાયો હતો જેમાં શાળા ખાતે પ્રતિકરૂપે ૫ વિદ્યાર્થીઓએ માતાપિતા પૂજન કર્યું હતું તો શાળાના વિદ્યાર્થીઓએ પોતાના ઘરે માતાપિતા પૂજન કરીને દિવસની અનોખી ઉજવણી કરી હતી

તે ઉપરાંત આગામી સપ્તાહે વિવિધ દિવસોની ઉજવણી કરાશે. જેમાં મંગળવારે વસંત પંચમી અને સરસ્વતી પૂજન તેમજ તા. ૧૯ ના રોજ શુક્રવારે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે સાર્થક વિદ્યામંદિરમાં નાતાલના દિવસે તુલસી દિવસની ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને પશ્યિમી સંસ્કૃતિથી અંજાઈ જતા ભારતીય વિદ્યાર્થીઓ અને યુવાનોને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવા આવકારદાયક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(1:01 pm IST)