Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ભેંસાણનાં યુવાનને રૂડાના કાર્યપાલક ઇજનેર અને પાંચ કોન્ટ્રાકટરે મરવા મજબુર કર્યાની ફરિયાદ

મૃતકના ભાઇની ફરિયાદનાં આધારે ગુનો નોંધાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : ભેંસાણના ધવલ ડોબરીયા નામના યુવાનને રૂડાના  કાર્યપાલક ઇજનેર અને પાંચ કોન્ટ્રાકટરે મરવા મજબુર કર્યાની ફરિયાદ થતા પોલીસે તમામની સામે ગુનો નોંધીને આગળની તપાસ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ધવલ ડોબરીયાએ ગત તા.૧૪ના રોજ બપોરના અરસામાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી.

ગઇકાલે સાંજે મૃતકના ભાઇ દિવ્યેશભાઇ કિરીટભાઇ ઉર્ફે કરશન ડોબરીયાએ કોન્ટ્રાકટર પિયુષ વલ્લભભાઇ પાનસુરીયા, સંદિપ તરસીભાઇ ગમાગ, કુમનભાઇ વરસાણી, રૂડાના કાયૃપાલક ઇજનેર કમલેશ ગોંડલીયા, કોન્ટ્રાકટર સંજય સાકરીયા અને દર્શન સ્ટોનવાળા મયુર રાજકોટ સામે ભેંસાણ પોલીસમાં ફરિયાદ કરી હતી.

આરોપીઓએ રાજકોટ મુંજકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ દરમિયાન ધવલભાઇના નાણા ફસાવી દીધા હતા અને ધવલભાઇએ અવાર નવાર પૈસાની માંગણી કરવા છતા આપતા ન હોય જેથી ધવલભાઇએ ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.

આરોપીઓએ પૈસા ફસાવી દઇ અને પૈસા ન આપી આર્થિક ભીંસમાં લાવી ધવલને મરવા મજબુર કર્યાની ફીરયાદના આધારે ભેંસાણના પી.એસ.આઇ. એ.ડી. વાળાએ કલમ ૩૦૬ અને ૧૧૪ મુજબ તમામની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

(1:12 pm IST)