Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

તાલાલાગીરમાં શ્રી ઉદાસીન આશ્રમમાં ગુરૂપૂર્ણિમા નિમિતે સોબરનદાસબાપૂનું વિશેષ પૂજન, મહાપ્રસાદનું આયોજન : ગુરૂસ્થાન મનસાદેવીધામમાં પણ ગુરૂપૂજન થશે

વાંકાનેર,તા.૧૬ : તાલાલાગીર ખાતે આવેલ સુપ્રસિદ્ધ સ્થળ શ્રી બરમેશ્વ્રર મહાદેવ મંદિર , શ્રી ઉદાસીન આશ્રમ, મોટા હનુમાન ખાતે પ્રતિ વર્ષે મુજબ આ વરસે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે સરકારની ગાઈડ લાઈન અનુસાર સોસ્યલ ડિસ્ટન સાથે ઉજવવામાં આવશે , શ્રી ગુરુપૂર્ણિમાના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે પૂજ્ય સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂના ગુરૂસ્થાનમાં શ્રી મનસાદેવીધામ, શ્રી ઉદાસીન આશ્રમ , સાગોદ્રા ફાટક પાસે સૌ પ્રથમ ત્યાં સવારે આઠ કલાકે પૂજ્ય સદગુરૂશ્રી રામદાસજી મહારાજશ્રીનું પૂજન અર્ચન કરવામાં આવશે, ત્યારબાદ તાલાલાગીર ખાતે આવેલ ''શ્રી ઉદાસીન આશ્રમ'' શ્રી બરમેશ્વ્રર મહાદેવ મંદિર , મોટા હનુમાન ખાતે પરમ પૂજ્ય સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂના સમાધિ મંદિર ખાતે પૂજ્ય સદગુરૂશ્રી સોબરનદાસબાપૂની દિવ્ય પ્રતિમાનું સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ દરમ્યાન પૂજ્ય ગુરૂદેવશ્રીનું વિશેષ પૂજન અર્ચનવિઘી , મહા આરતી કરવામાં આવશે, આ ઉપરાંત શ્રી ઉદાસીન આશ્રમમાં બિરાજમાન ઉદાસીન આચાર્યદેવશ્રી ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રંભગવાનના મંદિરમાં વિશેષ પૂજન અર્ચનવિધિ, અર્ચદાસ , મહા આરતી કરવામાં આવશે તેમજ હાલના મહંત પૂજ્ય સંતશ્રી ગણેશદાસજી મહારાજશ્રીનું પૂજન સહુ  ''હરી હર ગ્રુપ''ના ભકતજનો ભાવપૂર્વક કરશે, તેમજ બપોરે બાર કલાકે ગુરુમહારાજનો  ''મહા પ્રસાદ'' નું આયોજન કરવામાં આવેલ છે સહુ ભાવિક , ભકતજનો સદગુરૂદેવશ્રીનો ''મહા પ્રસાદ'' લેશે આ દિવ્ય અવસરે મંદિરને લાઈટ , સીરીજોથી સૂભોશીત કરવામાં આવશે સહુ ગુરૂભકતજનોએ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે લાભ લેવા પધારવા નિમંત્રણ છે જૅ યાદી શ્રી ઉદાસીન આશ્રમ , તાલાલાગીરના ''હરિ હરિ ગ્રુપ'' જણાવાયું છે પૂજ્ય સંતશ્રી સોબરનદાસબાપૂના ભકતજનશ્રી સોમનાથસિંહ , શ્રી ભુપતભાઈ વાધેલા અને હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:33 am IST)