Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કોડીનારના છાછર ગામે ખેતરમાં પથ્થર હટાવવા બાબતે સગા નાનાભાઇ અને ભત્રીજાએ હૂમલો કરતા મોટાભાઇને ઇજા

કોડીનાર તા.૧૮ : ''જર જમીનને જોરૂ ત્રણેય કજીયા ના છોરૂ''આ કહેવતને સાર્થક કરતી ઘટના  કોડીનાર તાલુકાના છાછર ગામે બનવા પામી છે,જેમાં ખેતરમાં પથ્થર હટાવવા જેવા નજીવા મુદ્દે સગા નાના ભાઈ અને તેના પુત્ર એ મોટા ભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઇજા પોહચાડતા આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

વિગત મુજબ  પ્રેમજીભાઈ નારણભાઈ મનાણી ગોવિંદપુર ભંડારીયાની સિમમાં આવેલ ખેતીની જમીનમાં જતા ત્યાં તેમના નાના ભાઈ ભનુ નારણભાઈ અને તેમનો પુત્ર વિપુલ ભનુભાઈ હાજર હતા અને પ્રેમજીભાઈના શેઢામાં મુકેલ પથ્થર (ખાંભો) હટાવેલ હોય આ પથ્થર કોણે હટાવ્યુ તેમ પૂછતાં ભનુભાઈ એ મેં હટાવ્યુ છે તારે શંુ લેવા દેવા છે તેમ કહી ગાળો ભાંડી ભનુભાઈ અને તેના પુત્ર એ પ્રેમજી ભાઈને લાકડા વડે માથાના ભાગે અને ખભાના ભાગે માર મારી ગંભીર ઇજા પાંેહચાડતા તેમને વધુ સારવાર અર્થે વેરાવળ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના અંગે પ્રેમજીભાઈ નારણ ભાઈ એ તેમના સગા નાનાભાઈ ભનુભાઈ અને તેના પુત્ર વિપુલ વિરુદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:27 am IST)