Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મનની વ્યાકુળતાનું નિવારણ સત્સંગમાં : પૂ. ભાઇશ્રી

પોરબંદરના શ્રી હરિ મંદિરે રામકથામાં રામ-સીતા વિવાહ પ્રસંગ ઉજવાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૮ : જયારે વિચારોના વમળ સર્જાય છે ત્યારે મન અસ્થિર, અશાંત બની જાય છે. અને અશાંત વ્યકિતને સુખ પ્રાપ્ત થતું નથી માટે મન સ્થિર, શાંત રહે તે માટે તેને સ્વાધ્યાય-સત્સંગ મળતો રહેવો જોઇએ જેમ ભગવાન રામજીને વનવાસ થયો પછી ભરતનું મન વ્યાકુળ બની ગયું હતું પરંતુ ગુરૂનો સત્સંગ થવાથી મન શાંત થયું હતું એમ રાષ્ટ્રીય સંત પુજયભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ રામકથાના પાંચમાંં દિવસે પોરબંદર સ્થિત સાંદીપની વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.

રામકથામાં અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડીયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જયોત્સનાબેન તથા વજુભાઇ પાણખાણીયા, શ્રીમતી ઉષબેન તથા ધીરૂભાઇ સાંગાણી યુ.કે. અનેસમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. દૈનિક યજમાન શ્રી શારદાબેન માધવાણી પરીવાર (લંડન), ગોપાલભાઇ પોપટ અને ગોવિંદભાઇ, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ રહ્યા હતા છે અને એમના પ્રતિનિધી સ્વરૂપે ઋષિકુમારો દ્વારા સ્થાપન પુજા કરવામાં ઓ છે. શિખર યજમાન શીતલબેન અને ચેતનભાઇ જેઠવા પરિવાર (લંડન), ધ્વજારોહણ યજમાન વિનુભાઇ પટેલ, અમદાવાદ તેમજ શ્રીહરિ મંદિરમાં શ્રીરામ દરબારની ઝાંખીના મનોરથી શીતલબેન જેઠવા, લંડન, પ્રજ્ઞાબેન મહેતા, દક્ષાબેન હરણ રહ્યા હતા. આ સંપુર્ણ કથાનું લાઇવ ટેલિકાસ્ટ સાંદીપની ટીવ સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનીના વિવિધ મીડિયા પ્લેટ ફોર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી ૩-૩૦ શરૂ થાય છે.

પુજય ભાઇશ્રીએ જણાવ્યું કે જયારે રામજીને વનવાસના સમય મળ્યા ત્યારે ભરતજી અને શત્રુધ્ન બન્ને વ્યાકુળ બન્યા. ક્રોધિત બન્યા. પરંતુ ગુરૂ વસિષ્ટજીના સાંનિધ્યથી ક્રોધ સેવાના રૂપમાં પરિવર્તિત થઇ ગયો. આ જ સ્વાધ્યાય, સત્સંગનું મહત્વ ગુરૂજીએ ભરતજીને કહ્યું કે ભગવાન રામે જેમ પિતાની આજ્ઞા હોવાથી જેમ વનવાસ સ્વીકાર્યો તેમ તમે પણ રાજાની આજ્ઞા મુજબ સિંહાસન સંભાળી લો. ત્યારબાદ ભરતજી પણ રામસેવાની સરવાણીમાં તરબોળ થઇ ગયા હતા. રામજીના વનવાસનો મુખ્ય હેતુ તો ભરતરૂપી સમુદ્રમાં રહેલા પ્રેમરૂપી અમૃતના પ્રગટીકરણ માટે જ હતો.

ભરતજીના આવા વિશિષ્ટ પ્રેમ-વર્ણનની સાથે રામ ભગવાનની દિવ્ય કથા સાથે જોડે છે.

શ્રીરામકથાના પાંચમા દિવસે શ્રી રામ-સીતા વિવાહ મહોત્સવ વિવિધપૂર્વક, અયોધ્યાકાંડ વિવાહ પ્રકરણની ચોપાઇઓનું ગાન કરતા-કરતા, હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો અને તે નિમિતેની સાંદીપનેીના ઋષિકુમારો દ્વારા મનોરમ્ય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

શ્રી રામ-સીતા વિવાહ મહોત્સવના યજમાન કન્યાપક્ષ તરફથી વીણાબેન અને પ્રદિપભાઇ ધામેચા પરિવાર (લંડન), પ્રતિભાબેન અને રાજુભાઇ સવાણી પરિવાર (લંડન) અને વર પક્ષ તરફથી કિનાબેન અને રાજેશભાઇ પટેલ પરિવાર (હર્ટફોર્ડશાયર), વીણાબેન અને નરેશભાઇ નાગ્રેચા પરિવાર (મલેશિયા)એ સેવા આપી હતી.

રાત્રે પ્રખ્યાત સાહિત્યકાર એવા હાસ્યકલાકાર સાંઇરામ દવે દ્વારા હાસ્યરસ સાથે લોકસાહિત્યની પ્રસ્તુતી થઇ હતી તથા સુફી-સંગીતના કલાકાર એવા ઓસમાણ મીર દ્વારા ગીત-ગઝલનો સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ થયો હતો પુજય ભાઇશ્રીએ બંને કલાકારોનું સન્માન કર્યું હતું.

(12:55 pm IST)