Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ઓખામાં કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરનો પ્રારંભ

 ઓખા પાલિકા અને ટીસીએશ આરડીના સહયોગથી ઓખા હાઇસ્કુલ ખાતે પ્રાંત અધિકારીશ્રી ભેટારીયાના હસ્તે ૧ર બેડનું કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું હતંુ જેમાં મામલતદાર કેશવાળા નાયબ મામલતદાર અનિરૂધ્ધસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ ચેતનભા માણેક, ચીફ ઓફિસર વિનોદ ાઠોર સર, ઉપપ્રમુખ ચેતનભાઇ માવાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઇ, સદસ્ય ભાસ્કરભાઇ, ઓખા પાલિકા સેનિટરી ઇન્સ્પેકર રાજેશભાઇ માણેક, સદસ્ય અમરભાઇ, ઓખા પાલિકા સ્કુલ આચાર્ય જશુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અહેવાલઃ ભરત બારાઇ-ઓખા)

(12:28 pm IST)