Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

થાન તાલુકાના સરોડી ગામે આઇસરમાં આગ

 વઢવાણ : થાન તાલુકાના  સરોડી ગામેગઇકાલે ઘાસ ભરી પસાર થઈ રહેલા આઇસર ગાડીને ઇલેક્‍ટ્રિકનો તાર અડકી જતા આઇસરમાં આગ લાગી હતી. આઇસરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેની જાણ કરવામાં આવતા થાન પાલિકાનું ફાયર ફાઈટર સ્‍ટાફ સાથે દોડી ગયું હતું. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સુકુ ઘાસ ભરેલું આઇસર થાન તરફ આવી રહ્યું હતું. રોડ ઉપર આગને કાબુમાં લેવાના કશા જ સાધનો ન હોય આગે રોદ્ર સ્‍વરૂપ ધારણ કરી લેતા આખું આઇસર ભડ ભડ કરતા બળી ગયું હતું. આગની જાણ થાન પાલીકાને કરવામાં આવતા  સંદીપભાઈ તથા સ્‍ટાફનાઓએ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી જઇ આગને  કાબુમાં લેવામાં આવી હતી.

(11:42 am IST)