Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મોરબી જીલ્લાના પોલીસ ઓબ્‍ઝર્વર ચેકપોસ્‍ટની મુલાકાતે

મોરબી : આગામી વિધાનસભા ચુંટણીને પગલે મોરબી જીલ્લામાં પોલીસ ઓબ્‍ઝર્વર તરીકે ઉત્તરપ્રદેશના આઈપીએસ Mr. K Ejilearassane Sirની નિમણુંક કરવામાં આવી છે. ત્‍યારે જીલ્લાના ઓબ્‍ઝર્વર Mr. K Ejilearassane દ્વારા મોરબી જિલ્લાની અલગ અલગ ચેકપોસ્‍ટ તેમજ ક્રિટીકલ બુથ બિલ્‍ડિંગોની મુલાકાત લેવામાં આવી હતી ત્‍યારે તેઓએ ગુજરાતના લોકોની રહેણીકરણી અને ગુજરાતીઓના સ્‍વભાવની પ્રસંશા કરી હતી. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન મુજબ મોરબી પોલીસ દ્વારા ચુંટણીલક્ષી કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી મોરબી પોલીસની કામગીરીની પ્રશંસા કરી પોલીસને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.

(1:37 pm IST)