Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીનો મૃતદેહ મળ્યો :ગુમ થયાના 23 દિવસ બાદ બાવળની ઝાડીમાંથી લાશ મળતા ચકચાર

અગાઉ મૃતક યુવતીએ ઓક્ટોબરમાં નખત્રાણામાં ભારાસરના યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, દુષ્કર્મની ફરિયાદ કરનારી યુવતી જ્યુબિલી સર્કલથી ગુમ થઈ હતી. ગુમ થયાના 23 દિવસ બાદ યુવતીનો મૃતદેહ ભુજ-મુન્દ્રા રોડ પરથી ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. અગાઉ મૃતક યુવતીએ ઓક્ટોબરમાં નખત્રાણામાં ભારાસરના યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ  યુવતીની લાશ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીને મારી નાખવામાં આવી કે આત્મહત્યા કરી તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.

યુવતી જ્યુબિલી સર્કલ પરથી ગુમ થયાના 23 દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. નખત્રાણાના સુખપર રોહા ગામની યુવતી ભૂજના જ્યુબિલી સર્કલ પરથી ગુમ થઇ હતી. તેનો મૃતદેહ ભૂજ-મુંદ્રા રોડ પરથી બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.

(12:49 am IST)