Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડનના પ્રમુખ દ્વારા

જીતુભાઇ વાઘાણીને સર્ટીફીકેટ ઓફ કમીટમેન્ટ એનાયત કરી સન્માન

ભાવનગર તા.૧૯ : ભારતીય જનતા પાર્ટીના પુર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના કાર્યાલય મંત્રીની યાદીમાં જણાવેલ છે કે, વિશ્વ વ્યાપી કોરોના મહામારીમાં સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરી લોકડાઉન અને અનલોક દરમિયાન સતત લોકોની વ્હારે રહીને પરપ્રાંતીય શ્રમિકોનું વતન ભણી સ્થળાંતર બચાવ અને રાહતની કામગીરી તેમજ સ્થાનિક નાગરીકો માટે રાશનકિટ, ભોજન, દવા સહિતની આરોગ્યલક્ષી ઉત્કૃષ્ટ સેવાકીય પ્રવૃતિ તેમજ તાઉતે  વાવાઝોડાની કુદરતી આફતમાં કરેલ માનવીય પ્રવૃતિઓને ધ્યાનમાં લઇ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના પ્રમુખ શ્રી વિલ્હેમ જેઝલર દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપી અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સર્ટીફીકેટ ઓફ કમીટમેન્ટ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યુ છે.

અગાઉ આ સંસ્થા દ્વારા ભારતમાં ૧૧૦૦ કોરોના વોરીયર્સ જેમાં અમિતાભ બચ્ચન, રતન ટાટા, આદિ ગોદરેજ, સોનુ સુદ અને પંકજ ઉદાસ સહિતના દેશના નામી હસ્તીઓ વિભૂતીઓને આ પ્રકારની સેવાકીય પ્રવૃતિમાં સર્ટીફીકેટ આપી સન્માનીત કરેલ છે. જે ગોલ્ડન બુકનું વિમોચન મોદીજીના હસ્તે આગામી સમયમાં કરાશે. શ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ભારત અને ગુજરાતના અધિકારીઓનો ઋણ સ્વીકાર કરાયેલ છે.

(12:13 pm IST)